

મોરબી વાંકાનેર રૂટમાં ચાલતી ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હોય જેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર નજીક આજે સવારે ડેમુ ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી જેને મોરબી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જે બનાવ મામલે તપાસ ચલાવતા તાલુકા પોલીસના નગીનદાસ નિમાવત પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર યુવાનની ઓળખ થઇ સકી નથી જોકે રાજકોટ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાનનું મોત થયું છે અને તેની ઓળખ મેળવવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



