Billboard ad 1150*250 Billboard ad 1150*250

યોગ દિવસની જેમ ખેડૂત દિવસની ઉજવણી કરવા માંગ

મોરબી ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો. દ્વારા પી.એમ મોદીને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે ભારતમાં પર્યાવરણ દિવસથી લઈને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં સરકાર તરફથી યોગ દિવસ ઉજવણીમાં મોટા ખર્ચ કરવામાં આવી રહ્યા છે પરંતુ સમગ્ર માનવજાતને માટે જરૂરી અનાજ, શાકભાજી, દૂધ વગેરેના ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂત માટે કોઈ દિવસની આવી મોટા ખર્ચે ઉજવણી કરવામાં આવતી નથી. તેમજ તેનો પ્રચાર પણ યોગ દિવસ જેવો કરવામાં આવતો નથી તો શું ખેડૂતોની કોઈ કીમત આ દેશમાં નથી. ખેડૂતો માટે આવું કરવામાં આવતું નથી. સરકાર દ્વારા યોગ દિવસ જેવી ખેડૂત દિવસની ઉજવણી થવી જોઈએ. યોગ દિવસની જેમ ખેડૂત દિવસમાં પણ મહાનુભાવની હાજરીમાં ઉજવણી કરાય. મહાનુભાવો ખેડૂતના ખેતરે જવું જોઈએ જેથી ખેડૂતોનું ગૌરવ વધે અને ખેડૂતોની મુશ્કેલીઓ જાણી તેનો ઉકેલ લાવે. ખેડૂતોને પડતી અગવડતાઓ અને મુશ્કેલીઓને જાણી તેના નિવારણ માટેની યોજનાઓ બનાવવામાં આવે જેથી ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો આગળ વધે અને ખેતી સમૃદ્ધ બને. તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat