Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ટ્રાફિકથી લઈને રોડ રસ્તાના પ્રશ્નોની ફરિયાદ સમિતિમાં રજૂઆત

ધારાસભ્યએ કરી અનેક પ્રશ્નોની રજૂઆત

મોરબી જીલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં મોરબીના ધારાસભ્ય દ્વારા શહેરમાં ટ્રાફિક થી લઈને ગંદકી અને રોડ રસ્તાના પ્રશ્નો મામલે રજુઆતો કરી હતી

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં મોરબીના પ્રશ્નો રજુ કર્યા હતા જેમાં ગંદકીનું નિવારણ થાય, નટરાજ ફાટક ટ્રાફિક પ્રશ્ન, અન્ડરબ્રીજ કામ પૂર્ણ કરવા તેમજ રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં ટ્રાફિકની વકરતી સમસ્યાને ઉકેલવા પોલીસ પીક અવર્સ દરમિયાન મુકવા તેમજ માળિયાના ખાખરેચી, જુના ઘાંટીલા રસ્તાનું કામ તાકીદે પૂર્ણ કરવા,

મોરબી માળિયાની સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ખાલી જગ્યા ભરવી, નવલખી બંદરે થતું પ્રદુષણ અટકાવવાની માંગ કરી છે તો મોરબી વાંકાનેર હાઇવે પર વધતા અકસ્માતો રોકવા તેમજ હાઈવે પર નાલાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે મોરબી માળીયાના પ્રશ્નોનો સમયસર નિકાલ કરવાની માંગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat