



મોરબીના શ્રદ્ધાપાર્ક સોસાયટીના લોકોએ પાલિકા કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. તેના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ઉપરાંત ભૂગર્ભના પ્રશ્ન યથાવત જ છે. ગંદા પાણીના ભરાયેલા રહે છે હોવાથી લત્તાવાસીઓ પરેશાન છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી આજે ફરીથી રહીશોએ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પાલિકા તંત્ર સમક્ષ લત્તાવાસીઓએ ગંદા પાણીના ભરાવા ઉપરાંત બંધ સ્ટ્રીટ લાઈટોની પણ ફરિયાદ કરી હતી. આ વિસ્તારમાં દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નજીક છે ત્યારે ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે તાત્કાલિક મેટલ પથરાવી તેમજ બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો પાલિકા તંત્રે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

