પ્રસિદ્ધ પાલનપીરની જગ્યા પર વેપારી કરણ વાળા મેળા પર પ્રતિબંધ લગાવવા રજૂઆત

બાબા ગ્રુપ સ્થાપિત નમો : બુધ્ધાય એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરતા જણાવ્યું હતું કે મેઘવાળ સમાજના ઇષ્ટદેવ પાલનપીર દાદાની જગ્યામાં હડમતીયા મુકામે તા. ૧૪-૦૯ થી ૧૭-૦૯ સુધી આ પવિત્ર સ્થળ પર પૂજન અર્ચન તેમજ ધાર્મિક વિધિ સમાજ દ્વારા કરવામાં આવતી હોવાથી આ પવિત્ર ધામ ખાતે ૫૦૦ મીટર સુધીની જગ્યામાં કોઈપણ વેપારીકરણ જેમાં પ્લોટ પાડી સમાજને ગેરમાર્ગે દોરી વેપારીકરણ મેળા યોજી કે કાઈ પણ ઉપજ થશે તે આ પવિત્ર સ્થળમાં વાપરવામાં આવશે પરંતુ આ ઉપજ આ સ્થળે વાપરવામાં આવતી નથી અને સમાજને ગેરમાર્ગે દોરી વેપારીકરણ મેળો સમજી આ ત્રણ દિવસ ન્યુસન્સ ઉભો કરે છે જે બંધ કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે આ સ્થળ પર કોઈપણ જાતનું મનોરંજન તેમજ વેપારીકરણની પરવાનગી ના આપવા તેમજ આ પવિત્ર યાત્રાધામમાં આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat