મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ડીમોલીશન, રોડ પર નડતરરૂપ દુકાન અને ઓટલા તોડી પાડ્યા

 

મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જેથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે ત્યારે નગરપાલિકા તંત્ર આવા દબાણો હટાવવા રહી રહીને પણ જાગ્યું હોય અને દબાણ હટાવવાની કામગીરી શરુ કરાઈ છે જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં નડતરરૂપ દબાણો હટાવાયા હતા

મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મચ્છીપીઠ વિસ્તારમાં ડીમોલીશન કરાયું હતું મચ્છીપીઠ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જે હટાવવાની કામગીરી પાલિકા તંત્રએ કરી હતી જેમાં રોડ પર ખડકી દીધેલ ૧૨ થી વધુ દુકાન અને ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા

 

૭ દિવસ પૂર્વે નોટીસ આપવા છતાં દબાણો દુર નહિ થતા પાલિકા તંત્રએ કાર્યવાહી કરી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી જોકે કેટલાક વિસ્તારોમાં દબાણો હટાવ્યા બાદ ફરી ખડકાઈ જતા હોય છે ત્યારે પાલિકા તંત્ર આવા દબાણો ફરીથી ના ખડકી દેવાય તેની તકેદારી રાખે તેવી પણ લોકમુખે ચર્ચા જોવા મળી હતી

Comments
Loading...
WhatsApp chat