Billboard ad 1150*250 Billboard ad 1150*250

ડેમી ૩ જળાશય ખાલીખમ, ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમી ખેડૂતોનો નવતર વિરોધ, Video

૨૦ ગામના ખેડૂતોના આંદોલનનો આજે ત્રીજો દિવસ

ડેમી સિંચાઈ યોજના હેઠળ મોરબી તાલુકાના ૧૭ સહિતના ૨૦ ગામો સિંચાઈના પાણીની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલનના આજે ત્રીજા દિવસે ખેડૂતોએ ખાલી જળાશયના મેદાનમાં ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો હતો

ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ ૨૦ ગામના ખેડૂતો ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી ૨ અને ડેમી ૩ ડેમમાં પાણી આપવાની માંગ સાથે આંદોલનના માર્ગે વળ્યા છે અને ગુરુવારથી ધરણા શરુ કર્યા બાદ ગઈકાલે યજ્ઞ કરીને સરકારને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો આજે ત્રીજા દિવસે પણ આંદોલન ચાલુ રહ્યું હતું જેમાં ડેમી ૩ જળાશય ખાલીખમ છે અને જળાશય નહિ પરંતુ આ ક્રિકેટ ગ્રાઉન્ડ હોય તેમ જણાઈ આવે છે જેથી ખેડૂતોએ આજે આ જળાશયના ખાલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો હતો તેમજ ખેડૂતોને પાણી નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે અને દરરોજ વિવિધ નવતર પ્રયોગ દ્વારા સરકાર સામે આંદોલન ચાલુ રાખવાનો હુંકાર ખેડૂતોએ કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat