


ટંકારાની ડેમી-૨ નદીના કાંઠેથી એક મોટર અને કેબલ વાયર ચોરી થયાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ ટંકારાના બરનાલા ડેમી-૨ નદીના કાંઠેથી જય રઘુનાથ લીફટ ઈરોગેશન મંડળીની ફિલ્ડ માર્શલ કંપનીની દસ હોર્સ પાવર વાળી બે મોટર,એક મોટરની બોડી અને કેબલ વાયર મળી કુલ રકમ રૂ.૨૩૦૦૦ની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ ટંકારાની જીવાપર શેરીમાં રહેતા દુષ્યંતભાઈ ધરમશીભાઈ ભૂતએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

