મોરબીના કેનાલ રોડ પરના કાચા-પાકા ઝુપડાના દબાણો દુર કરવા માંગ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સામાજિક કાર્યકરોએ જીલ્લા કલેકટરને કરી રજૂઆત

        મોરબીના કેનાલ રોડ પરની ઝૂપડપટ્ટીમાં રહેતા ઈસમો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવતી હોય જેથી આવા કાચા પાકા ઝુપડાના દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરી છે

        મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે કંડલા બાયપાસ રોડ પર દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ પર ઘણા સમયથી ૩૦-૪૦ જેટલા ઝુપડા ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા છે ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ સહે ઝઘડો કરે છે તેમજ અભ્યાસ અર્થે પસાર થતી દીકરીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે અશોભનીય વાણી વર્તનથી દીકરીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય જાય છે આસપાસમાં ત્રણથી ચાર સોસાયટી આવેલી છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના સાઈટ પણ આવેલી છે જ્યાં લાભાર્થીઓ રહેવા આવવાના હોય પરંતુ આવા દારૂડિયાઓના ત્રાસથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે જેથી ગેરકાયદેસર ઝુપડા બાંધીને રહેતા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે          

Comments
Loading...
WhatsApp chat