Billboard ad 1150*250

મોરબીમાં રજવાડા સમયના પાણીના નીકળો પરના દબાણો અને બાંધકામો હટાવવા માંગ

0 166
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

        મોરબી શહેરના કરોડોના ખર્ચે નવી ભૂગર્ભ લાઈન નાખવામાં આવી છે છતાં ગટર ઉભરાવવાની સમસ્યાથી મોરબીવાસીઓ રોજ પીડાય છે જેથી રજવાડા સમયના પાણીના નીકળો પરના દબાણો અને બાંધકામ દુર કરવાની માંગ કરવામાં આવી છે

        આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશ પારીઆની આગેવાનીમાં આજે જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે શહેરમાં રજવાડા સમયના પાણીના નિકાલ પર દબાણો અને બાંધકામ કરવામાં આવ્યા છે જેના માટે રાજકીય માથાઓ જવાબદાર છે જુના રાજાશાહી વખતના તમામ નીકળો પર ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર બાંધકામો કરી નાખવામાં આવેલ છે જેને રાજકીય નેતાઓ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે જેથી અધિકારીઓ કામગીરી કરવા માંગતા હોવા છતાં તેની કામગીરીમાં અડચણ ઉભી કરવામાં આવે છે મોરબીમાં ગટર ઉભરાવવાની સમસ્યા દિનચર્ચા બની ગઈ છે નવી ભૂગર્ભ અંગે મોરબી પાલિકા અને ગટર વિભાગ દ્વારા જવાબદારીઓ ના સ્વીકારવાની રકઝકમાં મોરબીની પ્રજા પીસાય છે જેથી રજવાડા સમયના પાણીના નિકાલો પરના દબાણો અને બાંધકામો તાત્કાલિક દુર કરવામાં આવે તેવી માંગ કરી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat