Billboard ad 1150*250

મોરબીની ખાનગી સ્કુલોમાં વારંવાર લેવાતી પ્રવેશ ફી અંગે ધોરણસરની કાર્યવાહીની માંગ

0 481

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશ રબારીએ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજૂઆત કરી છે કે સરકારે ફી નિર્ધારણ કાયદાનો અમલ કરાવેલ છે.આમ છતા પણ મોરબીની ખાનગી શાળાઓમાં સ્કુલમાં દાખલ વિધાર્થીઓ પાસે એકથી વધુ વખત દાખલ ફી વસુલ કરી ભારે મોટી ગેરરીતી થતી હોય જેની સામે જરૂરી પગલા લેવા જોઈએ.સામાન્ય રીતે વિધાર્થી જયારે પ્રથમ વખત દાખલ થાય ત્યારે જ દાખલ ફી લેવાતી હોય છે પરંતુ લોકો પાસેથી પ્રથમ સાતમાં ધોરણમાં પ્રવેશ મેળવેલ ત્યારે અને ધો.૯માં આવતા  ફરી વખત દાખલ ફી માંગેલ છે.આ ઉપરાંત હજુ તેઓના જણાવ્યા મુજબ ધોરણ-૧૧ માં આવશે ત્યારે પણ દાખલ ફી ભરવી પડશે.હકીકતમાં વિધાર્થી જે તે સ્કુલમાં અભ્યાસ કરે છે સ્કુલ બદલવાની નથી તો પછી ચાલુ અભ્યાસ ક્રમે એક થી વધુ વાર પ્રવેશ ફી શા માટે લેવાય છે ? તેવો સવાલ પણ કર્યો હતો.

તેમજ વધુમાં  આ મામલે તપાસનો મુદો હોય અને સરકાર ફી નિર્ધારણ કાયદાનો સરેઆમ ભંગ થતો હોય તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.અનેક વિધાર્થીઓ આ અન્યાયનો ભોગ બની રહ્યા છે.મોરબી જીલ્લાની મોટા ભાગની સ્કુલોએ ફી ની પાકી પહોચ આપેલ નથી માત્ર સાદી ચબરખીમાં લખીને આપેલ છે અને કહ્યું હતું કે પછી પાકી પહોચ આપીશું તેને પણ ત્રણ માસ વીતવા છતા પાકી પહોચ આપવામાં આવી નથી.તેમજ આ મામલે કોઈ વાલીકે વિધાર્થી ફરિયાદ કરે તો તેને સર્ટીફીકેટ આપી દેવાની ધમકી આપવામાં આવે છે.તેથી આ અન્યાયી કૃત્યને અટકાવવા રમેશ રબારીએ માંગણી કરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat