મોરબીની જેલમાં ચાલતી દાદાગીરી રોકવા, કર્મચારી પર હુમલાના બનાવની તટસ્થ તપાસની માંગ

મોરબીના મહિલાએ જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી

 

        મોરબીની જેલમાં ચાલતી દાદાગીરી અને લુખ્ખાગીરીને રોકવા તેમજ તા. ૨૫ જુનના રોજ મોરબી સબ જેલમાં બનેલી ઘટનામાં જેલમાં ફરજ બજાવતા કર્મચારી પર થયેલા હુમલા અંગે તટસ્થ તપાસ કરી ગુનો દાખલ કરવા મહિલાએ પોલીસવડાને રજૂઆત કરી છે

        મોરબીના મદીના સોસાયટીમાં રહેતા રજીયાબેન ફારૂકભાઈ મોટલાણીએ જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી જણાવ્યું છે કે તેના પતિ અને દીકરાનું ખૂન થયું હોય જેમાં આરોપીઓ ડાડો ઉર્ફે દાદુ રફીક તાજમહમદ જેડા, અસગર ભટ્ટી, જુસો ભટ્ટી અને આસિફ સુમરા સહિતનાઓ હાલ મોરબી જેલની અંદર છે જેઓએ ગત તા .૨૫ જુનના રોજ જેલની અંદર કોઈ કર્મચારી સાથે ઝઘડો કરી જેલની શાંતિ ભંગ કરવાનું કામ કર્યું છે તેવું અખબારોના માધ્યમથી જાણવા મળ્યું છે જે ઇસમોનો ભૂતકાળ તપાસવામાં આવે તો અનેક ગુનાઓ કર્યા છે તેમજ આરોપીઓએ અરજદારના પતિ અને પુત્રની હત્યા કરી છે અને પરિવારે બીજી જગ્યાએ રહેવા જતું રહેવું પડ્યું છે જે આરોપીઓ જેલની અંદર પણ અશાંતિ પેદા કરતા હોય તો તેની સામે ધોરણસરની તપાસ થાય અને ભોગ બનનાર કર્મચારીને ન્યાય આપી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે

અરજદારે કરેલી માંગણીઓ નીચે મુજબ છે

૧. આરોપીઓની તાત્કાલિક જેલ ટ્રાન્સફર કરવામાં આવે

૨. આરોપીઓને જેલર દ્વારા મળતી આધુનિક સુવિધાઓ બંધ કરવામાં આવે

૩. મુલાકાત સરકારના નીતિ નિયમ મુજબ જ મળે, રોજ મળતી વધારાની મુલાકાતો બંધ થાય

૪. આરોપીઓ માટે બહારથી આવતું ટીફીન જેમાં માંસાહારી ખોરાક આવતો હોય છે જે બંધ કરાય

૫. ખાનગી માહિતી મુજબ આરોપીઓને નશાવાળી વસ્તુ જેલની અંદર દરરોજ મળે છે જે બન્ધ થાય

૬. મોરબી કોર્ટમાં લાવવામાં આવતા મુદતે આપવામાં આવતી વાહન, મોબાઈલ, પાન-માવા અને મુલાકાતીઓ પર દેખરેખ રખાય તેવી માંગ કરી છે  

 

Comments
Loading...
WhatsApp chat