



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
આમ આદમી પાર્ટીએ કરી પીજીવીસીએલને રજૂઆત
મોરબીમાં વીજ ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે જેથી કીમતી સમય વેડફાય છે આ મામલે આમ આદમી પાર્ટીએ પીજીવીસીએલ તંત્રને રજૂઆત કરી બે વિન્ડોની માંગ કરી છે
આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા લીગલ સેલના પ્રમુખ રહીશ માધવાણીની આગેવાનીમાં પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરના વીજ ગ્રાહકોની રજૂઆત અન્વયે કચેરીની મુલાકાત દરમિયાન માલૂમ પડ્યું છે કે કચેરીમાં આવતા વીજગ્રાહકોના બીલ ભરવા આવે છે તેના કીમતી સમય વેડફાય છે ગ્રાહકોની સંખ્યા વધુ હોવાથી કલાકોનો સમય લાગે છે અને તડકા તેમજ વરસાદમાં ગ્રાહકોએ લાઈનમાં ઉભા રહેવું પડે છે બીલ ભરવા માટે બે બારી છે પરંતુ એક બારી જ ખુલ્લી રહેતી હોય અને કચેરીમાં કર્મચારી ના હોવાથી બારી બંધ રાખવામાં આવે છે તેવો જવાબ મળ્યો હતો જેથી ગ્રાહકોનો કીમતી સમય વેડફાય છે જેથી ગ્રાહકોના હિતને ધ્યાને લઈને તેમજ કીમતી સમયના વેડફાટને રોકવા માટે ટાટાળીઈ બીજી બારી (વિન્ડો) શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે



