Billboard ad 1150*250

સૌરાષ્ટ્રના મોરબી, ટંકારા-પડધરી અને જોડિયા તાલુકાને સૌની યોજનાનું પાણી આપવા માંગ

0 112
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સંસ્થા અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Post ad 2

        સરકાર દ્વારા નર્મદા ડેમ પૂર્ણ કેપેસીટીથી ભરવામાં વ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર માટે સૌની યોજના પણ બનાવેલ છે અને સૌરાષ્ટ્ર ના વિવિધ તાલુકાઓ જ્યાં સિંચાઈની સુવિધા નથી તેને હયાત ડેમોની કેનાલોને મોટી કરી ગામોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માંગ કરી છે

        ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સૌરાષ્ટ્ર જનરલ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના તાલુકાઓ જેવા કે મોરબી, માળિયા(મી.) ટંકારા, પડધરી, જોડિયા અને ધ્રોલ સહિતના તાલુકામાં અનેક ગામોમાં આજે પણ સિંચાઈની કોઈ સુવિધા નથી ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે ચાલુ વર્ષે વધુ વરસાદથી લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી અને સિંચાઈની સુવિધા ના હોવાથી શિયાળુ પાક લઇ શકાતો નથી અને ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે જેથીહ હયાત ડેમોમાં સૌની યોજનાનું પાણી નાખી, હયાત કેનાલોને મોટી કરીને લંબાવીને બાકી રહેતા ગામોનો તેમાં સમાવેશ થાય તેવું આયોજન કરવામાં આવે અજેથી ગામડાઓ જે ભાંગી રહ્યા છે તે બચી સકે અને ખેડૂતોની હિજરત અટકાવી સકાય. જેથી આ અંગે તાકીદે યોગ્ય પગલા ભરવા અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની માંગ કરી છે

જમીન ધોવાણનું સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવો

        સંસ્થા અગ્રણીએ તે ઉપરાંત રાજ્યના કૃષિ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અતિભારે વરસાદને પગલે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે અને સરકાર દ્વારા જે સર્વે ચાલે છે તે ખુબ ધીમી ગતિએ થાય છે જેથી સ્ટાફ વધારવામાં આવે અને જમીન ધોવાણનું સર્વે પૂર્ણ કરીને ખેડૂતોને સહાય ચુકવવાની માંગ કરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat