


ગરવી ૨ પોર્ટલમાં દસ્તાવેજ નોંધણી માટે એપોઇનમેન્ટ લેવા માટેના એક સ્લોટનો ટાઈમ ૧૦ મિનીટ ના અંતરે સમય ૧૦ : ૩૦ થી સાંજના ૦૫ : ૩૦ સુધી છે જેમાં ૫ મિનીટના સમયનું અંતર રાખી સ્લોટની સંખ્યા વધારવા તેમજ કચેરીના કામકાજના સમયમાં ૨ કલાકનો સમય વધારો કરવા માંગ કરવામાં આવી છે
રેવન્યુ બાર એસોના પ્રમુખ પીયુષભાઈ રવેશિયા દ્વારા નોંધણી નિરીક્ષક સબ રજીસ્ટ્રાર કચેરી મોરબીને રજૂઆત કરી જણાવ્યું છે કે આગામી તા. ૧૫ એપ્રિલથી નવા જંત્રી દર લાગુ થવાના છે અને નાણાકીય વર્ષનો હાલ આખરી મહિનો ચાલુ હોવાથી સ્લોટની સંખ્યામાં વધારો કરવા સબ રજીસ્ટ્રાર કચેરી મોરબીમાં સમય વધારો કરવા રજૂઆત કરેલ જેથી કચેરી દ્વારા સવારના ૯ થી ૧૦ : ૩૦ સુધી પાંચ મિનીટના અંતરે સ્લોટ વધારવામાં આવ્યા છે
પરંતુ દસ્તાવેજ નોંધણી કરાવવા માંગતા અરજદારોની સંખ્યા વધુ હોય જેથી સ્લોટ વધારો અને સમય વધારો પુરતો જણાઈ રહ્યો નથી અરજી તા. ૧૬ માર્ચના રોજ કરતા તા. ૦૧ એપ્રિલ સુધીના સ્લોટ બૂક થઇ ગયા છે અને આગામી ૩ દિવસમાં તા. ૧૪ એપ્રિલ સુધીના સ્લોટ બૂક થઇ જશે તેવો અંદાજ છે જેથી દસ્તાવેજ નોંધણી માટે મોટી સંખ્યામાં અરજદારોને અપોઈનમેન્ટ મળે તેમ નથી જેથી સબ રજી.કચેરીમાં નોંધણી કામગીરીના સમયમાં સાંજે ૨ કલાક વધારો કરી આપવા અને સ્લોટ પાંચ મિનીટના અંતરે કરી સ્લોટ સંખ્યા વધારી આપવા માંગ કરી છે

