Billboard ad 1150*250

મોરબીના નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સુધીનો રોડ બિસ્માર, આરસીસી બનાવવા માંગ

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીલ્લા ભાજપ પ્રમુખે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો 

Post ad 2

        મોરબીના નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધીનો શહેરનો રાજમાર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે જેથી આ રોડ આરસીસી બનાવાય તેવી માંગ કરાઈ છે 

        મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબી શહેરના ત્રાજપરથી ભક્તિનગર સર્કલ સુધીનો રોડ આર એન્ડ બી સ્ટેટ હસ્તક આવેલ છે. જેમાં મોરબીના રાજમાર્ગ સમાન નવા બસ  સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધીનો રોડ ૭ વર્ષ પહેલા બનાવ્યો હતો. જે રોડની બિસ્માર હાલત બની ગઈ છે. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ અહીંયા ટ્રાફિકજામની પણ સ્થિતિ સર્જાય છે.

જેથી નવા બસસ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધી આર.સી.સી રોડ બનાવવો ખુબ જરૂરી છે. કારણ કે રોડ દર ચોમાસામાં તુટી જાય છે અને સરકાની ગ્રાન્ટ વ્યર્થ જાય છે. આ સાથે જ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી વહેલી તકે નવા બસ સ્ટેન્ડથી ભક્તિનગર સર્કલ સુધીનો રોડ આર.સી.સી રોડ બનાવવામાં આવે તેની માંગ કરવામાં આવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat