Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના આલાપ રોડ પર દબાણ દુર ના કરાય તો આંદોલન

મોરબીના આલાપ રોડ પરના દબાણ મામલે લત્તાવાસીઓએ જીલ્લા કલેકટરને આવેદનમાં જણાવ્યું છે કે સરકારી ખર્ચે રસ્તાની માપણી થયેલ છે. માપણી શીટ મળેલ છે પરંતુ આ મામલે મામલતદાર કે ચીફ ઓફિસર દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી.અને હાલમાં નગરપાલિકા તરફથી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે. પરંતુ દબાણ દુર ના થાય તો રોડની પહોળાઈ પૂરી થતી નથી અને જેટલો રસ્તો ખુલ્લો છે તે મુજબ રોડનું કામ ચાલુ થયેલ છે. નવો રોડ બને છે છતાં વ્યવસ્થિત કામ થતું ના હોય જેથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે કલેકટરને અગાઉ રજૂઆત કરીને પાંચ દિવસ નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જે મુદત આજે શનિવારે પૂર્ણ થતી હોય, રજાઓ બાદ યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો લત્તાવાસીઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat