મોરબી જીલ્લાના ફાયર સ્ટેશનને આધુનિક બનાવવાની માંગ

મોરબી જીલ્લા માં ઘણી પાયાની સુવિધાઓનો અભાવ છે જેમાં ખુબજ અગત્ય ની અને અતિ આવશ્યક સેવા જેવી કે ફાયર સ્ટેશને ની સુવિધા નિમ્ન કક્ષાની હોય જે ફાયર સ્ટેશન આધુનિક બનાવવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં ઓછા પ્રમાણમાં ફાયર સ્ટેશન આવેલ છે. જેની સામે મોરબી જીલ્લા ઉધોગિક ક્ષેત્રે ખુબ વિક્સિત છે. અને લોકો સ્વબળે ઉદ્યોગો સ્થાયી રહ્યા છે. જેમાં સીરામિક, કોટન ઇન્ડસ્ટ્રીઝ, પેપર મિલ. પેકેજીન, લેમિનેટ  તેમજ પલાસ્ટીકના ઉધોગોમાં ફાયર સ્ટેશનો આધુનિક હોવા ખુબ જ જરૂરી છે જે ફાયર સ્ટેશનો છે. તે પૂરતા નથી જેથી નવા ફાયર સ્ટેશનો પણ બનવવા ખુબજ જરૂરી છે

જેમાં ટંકારા વિસ્તારમાં, મોરબી નેશનલ હાઇવે, માળિયા (મી.) હળવદ અને વાંકાનેરમાં પણ આધુનિક ફાયર સ્ટેશનોની ખાસ જરૂરીયાત છે. હયાત મોરબી શહેરનુ જે ફાયર સ્ટેશન છે તેમાં પણ ખુબ જ ટાંચા શાધનો છે. મોરબીમાં તંત્ર દ્વારા બહુમાળી બિલ્ડીંગોને મંજુરી આપ્યા વગર કામો થઇ રહ્યા છે. જેથી જો  ક્યારેક આગ લાગે તો તેને માટે મોરબી ફાયર સ્ટેશનમાં સાધનો ઉપલ્લ્ધ નથી

તો આ માટે મોરબી જીલ્લામાં હયાત ફાયર સ્ટેશનો આધુનિક બનાવવા તેમજ નવા આધુનિક ફાયર સ્ટેશનો બનાવવા મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat