

રાજ્યની ૩૦ જેટલી પોલીટેકનીક અને ૧૭ જેટલી એન્જીનીયરીંગ કોલેજના વ્યાખ્યાતા તથા સહાયક પ્રાધ્યાપકો દ્વારા તા. ૦૪ ના રોજ ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણીમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા તેમજ આજે વ્યાખ્યાતાઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને તેમની માંગણીઓ સંતોષવા જણાવ્યું છે.
મોરબી ખાતે વ્યખાયતાઓએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા ૧૧ માસ કરાર આધારિત ભરતી કરવામાં આવે છે અને છેલ્લા ૧૦ વર્ષોથી વારંવાર સરકારમાં રજૂઆત છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તે ઉપરાંત ૫૦ હજારથી વધુ જેટલા ટવીટ કરીને બધા પદાધિકારીઓને ટેગ કરી પોતાની માંગણીઓ સંતોષવા ડીજીટલ માધ્યમથી રજુઆત કરી છે તથા પોસ્ટકાર્ડ પે ચર્ચા ના માધ્યમથી સરકારના પદાધિકારીઓને ૫૦૦૦ જેટલા પોસ્ટકાર્ડ લખી માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા અનેક્વાસ સમાન કામ સમાન વેતન અને યોગ્ય નીતિ નિર્દેશન કરવા છતાં અમારી તદન અવગણના કરવામાં આવી છે. તાજેતરમાં વર્ગ ૩ ના કર્મચારીઓને ૬૪ ટકાથી ૧૨૪ ટકા જેટલો પગાર વધારો આપ્યો છે પરંતુ ફિક્સ પગાર આધારિત વ્યાખ્યાતાઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ મામલે આચારસંહિતા લાગુ પડે ત્યાં સુધીમાં જો કોઈ યોગ્ય નિર્ણય નહિ લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.