મવડા નોટીફીકેશન અંગે સ્પષ્ટતા કરો : મોરબી જીલ્લા બિલ્ડર્સ એસો.

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળની રચના બાદથી થયેલા વિવાદ બાદ આખરે સરકારે મવડા નાબુદીનો નિર્ણય કર્યો છે. અગાઉ ૩૩ ગામોની બાદબાકી બાદ બાકી રહેલા ગામોને પણ મુક્તિ આપી છે જે અંગેનું નોટીફીકેશન ગત તા. ૩૦ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટતા ના હોવાથી બિલ્ડરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે મોરબી જીલ્લા બિલ્ડર્સ એશોએ આવેદન પાઠવ્યું છે.

મોરબી જીલ્લા બિલ્ડર એશો. દ્વારા જીલ્લા કલેકટરને લેખિત આવેદનમાં જણાવ્યું છે કે શહેરી વિકાસ સત્તા મંડળ અંગેના નોટીફીકેશનના GH / V ૨૪૦ DDA ૧૦૨૦૧૭-SF-૧૧૮ V માં ક્લેરીફીકેશન કરવું જરૂરી છે. ગુજરાત સરકારના નોટીફીકેશન અન્વયે અમારા મેમ્બરો દ્વારા નગર નિયોજકને કરવામાં આવેલ બિનખેતી મંજુરીની અરજીઓ નોટીફીકેશન બાદના સમય પછી પણ યોગ્ય અર્થ ના હોવાને લીધે પેન્ડીંગ રહેલ છે. જે બાબતે આ નોટીફીકેશનનો યોગ્ય અર્થઘટન સરકાર પાસેથી મંગાવી અધિકારીને અધિકૃત કરવા અને પેન્ડીંગ બિનખેતી અરજીનો ત્વરિત નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. વિકાસ પ્રકારીયામાં કોઈ અવરોધ ના રહે તે માટે જરૂરી પગલા ભરવાની માંગ બિલ્ડર એશો.ના પ્રમુખ શામજીભાઈ રંગપરીયા દ્વારા કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat