આશા વર્કરોને વર્ગ ૪ ના કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ

રાજ્ય સરકારમાં ફરજ બજાવતી આશા વર્કરો અને આશા ફેસીલીએટરના પગાર વધારો કરવાની માંગ સાથે લડત ચલાવી રહી છે જેમાં આજે આશા વર્કરોનું ટોળું કલેકટર કચેરીએ દોડી ગયું હતું અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

મોરબી જીલ્લા કલેકટરને લેખિત આવેદનમાં આશા વર્કરો અને આશા ફેસીલીએટર બહેનોએ પગાર વધારાની માંગ કરીને જણાવ્યું ચેક એ આશાબેનનેહલ ૧૧૦૦ રૂપિયા પગાર આપવામાં આવે છે જેમાં આખા ગામની મહિનામાં ૩૦ દિવસ કામગીરી કરવામાં આવે છે. અને બહેનો ઓછા વેતનમાં કામગીરી કરી રહી છે. આ લઘુતમ વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ આશા બહેનોને વર્ગ ૪ નો કાયમી કર્મચારીઓનો દરજ્જો આપવાની માંગ કરી છે તે ઉપરાંત આશા ફેસીલીટેટર બહેનોએ જણાવ્યું છે કે ૧૧ ગામની મહિનામાં મુલાકાત કરતા બસ ભાડામાં ૨૦૦૦ નો ખર્ચ થાય છે અને ૨૦૦૦ રૂપિયામાં અમારું ઘર ખર્ચ પણ નીકળતું નથી ત્યારે આશા ફેસીલીટેટર બહેનોને પણ પગાર વધારો આપવમાં આવે તે ઉપરાંત વર્ગ ૪ ના કાયમી કર્મચારીના દરજ્જા અને ટીએ-ડીએ સહિતની સુવિધા આપવાની માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat