

ટંકારા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આજે રેલી કાઢીને મામલતદારને ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગ કરવામાં આવી હતી તો તેની સાથે સાથે લજાઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા રાજ્યના કૃષિમંત્રીને રજુઆત કરી તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પશુઓ માટે ઘાસચારો અને ખાણદાણ પુરા પાડવા માંગ કરવામાં આવી છે.
લજાઈ મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અને મંત્રી દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે હાલ અપૂરતા વરસાદને કારણે ટંકારા તાલુકાના ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય ટંકારા તાલુકાને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરી પશુપાલકો માટે ઘાસચારો અને ખાણદાણની વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી છે.