મોરબીના શનાળા રોડ પરના ઉમિયા સર્કલને પહોળું કરવાની માંગ

મોરબીના મુખ્યમાર્ગ એવા શનાળા રોડ પર સતત ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો ઉમિયા સર્કલ ખાતે ટ્રાફિક અવિરત રહેતો હોવાથી ઉમિયા સર્કલને પહોળું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ શ્યામપાર્ક, સુભાષનગર, અવની, જય અંબે, ગુ.હા.બોર્ડ તેમજ તમામ આજુબાજુ સોસાયટીના રહીશોએ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરનો મુખ્યમાર્ગ હોવાથી શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હાલ આર એન્ડ બી દ્વારા માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની ગ્રાન્ટમાંથી આ રોડ નું કામ ચાલુ કરવામાં આવેલ છે

તો આસપાસ શ્યામપાર્ક, સુભાષનગર, અવની સહિતની સોસાયટીની લોક માંગણી છે કે ઉમિયા સર્કલને પહોળું કરી અને બાજુના દબાણો તેમજ ઈલેક્ટ્રીસીટી [પોલ, સીસીટીવી કેમેરાના પોલ વગેરે દુર કરી સર્કલને મોટું બનાવી તેમજ ડીવાઈડર અને રોડ માર્કિંગ કરી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ લાવી સકાય તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat