ટંકારાની કોર્ટમાં ચોમાસામાં ટપકતું પાણી, તાત્કાલિક રીપેરીંગની માગ

ટંકારામાં ગયા વર્ષે ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં ભારે તારાજી સર્જાય હતી અને ભારે નુકશાની પણ થઇ હતી.ટંકારા સિવિલ કોર્ટનું બિલ્ડીંગ જર્જરિત થતા વરસાદના કારણે પાણી પડવા જેવી અનેક સમસ્યાઓને લઈને રજુઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ જ નિવારણ ન આવતા અંતે ટંકારા બાર એસો. દ્વારા કલેકટરને આવેદન પાઠવીને કોર્ટનું બિલ્ડીંગ રીપેર કરવા માંગ કરી છે.

બાર એસો. દ્વારા પાઠવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ટંકારાની સિવિલ કોર્ટનું બિલ્ડીંગ અતિ જર્જરિત હાલતમાં છે અને વરસાદના કારણે કોર્ટની છત ઉપરથી વરસાદ દરમિયાન સતત પાણી પડે છે જેથી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નુકશાન થાય છે.કોર્ટની કેશોની ફાઈલો, અગત્યના ડોક્યુમેન્ટ પલળી જાય છે તેમજ કોર્ટની કાર્યવાહીમાં પણ અડચણ થાય છે કોર્ટ ચાલુ હોય ત્યારે કોઈપણ પક્ષકાર કે વકીલ કોર્ટમાં હોય દરમિયાન તેમની ઉપર પણ પાણી ટપકે છે.aa બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને નવા બિલ્ડીંગ માટે જગ્યા પણ મંજુર થઇ ગયેલ છે પરંતુ નવા બિલ્ડીંગનું કામકાજ હજુ ચાલુ થયું નથી.આ મામલે ટંકારા બાર એસો. દ્વારા કલેકટરને આવેદન આપી બિલ્ડીંગ તાત્કાલિક રીપેર કરવા માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat