

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદને પગલે ખેડૂતોને ખરીફ પાક નિષ્ફળ ગયો છે ત્યારે મોરબી તાલુકાના મચ્છુ ૨ સિંચાઈ યોજનાના કમાંડ વિસ્તારમાં આવતા ગામના ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનું પાણી આપવાની માંગ કરવામાં આવી છે
મોરબી તાલુકાના મોડપર, બીલીયા, બગથળા, વાવડી, જેપુર, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નારણકા, ખાખરાળા સહિતના ૧૦ થી વધુ ગામના સરપંચો દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે મચ્છુ ૨ સિંચાઈ યોજનામાં રવિ સીઝન માટે સિંચાઈનું પાણી આપવાની માંગ કરી છે ચાલુ વરસાદની સીઝનમાં આ વિસ્તારમાં ખુબ જ ઓછો વરસાદ થયો છે અને ચોમાસું નિષ્ફળ ગયું છે જેથી ખેડૂતોને મચ્છુ ૨ સિંચાઈ યોજનામાં પિયત પૂરું પાડી રવિ સીઝન માટે ખાસ જરૂર હોવાથી તાત્કાલિક અસરથી મચ્છુ ૨ કેનાલ કમાંડ એરિયામાં પાણી છોડવા માટેની માંગ કરી છે