Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા તાલુકાના ખેડૂતોને તાકીદે સિંચાઈ માટે પાણી આપવા માંગ

આ વર્ષ દરમિયાન વરસાદ અપૂરતા પડવાના કારણે પીવાના પાણીની તંગી સર્જાઈ તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે ત્યારે ટંકારા પંથકના ખેડૂતોના ઉભા મોલ મુરઝાઈ રહ્યા હોય તાકીદે સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી આપવા ટંકારા શહેર – તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.

ટંકારા શહેર અને તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના ગૌતમભાઈ વામજાના અધ્યક્ષ સ્થાને આજે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતો દ્વારા સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ સૌની યોજનની લિંક મારફતે ટંકારા પંથકના ખેડૂતોને પાણી આપવા કરવામાં આવી છે.

તેમજ વધુમાં જણાવાયું હતું કે વરસાદ ખેંચતા ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે અને આગામી થોડા બે ચાર દિવસમાં જો સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં નહિ આવે તો ખેડુતો ને આત્મહત્યા કરવી પડે તેવી પરીસ્થિતિ ઉભી થઇ છે જેથી સરકાર તાકીદે નિર્ણય લઈ ખેડૂતોના હિતમાં ટંકારા પંથકમાં સિંચાઈ માટે પાણી આપે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat