



ઓદ્યોગિક નગરી મોરબીને રેલ્વે તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે અને લાંબા અંતરની ટ્રેનોની સુવિધાથી મોરબી શહેર વંચિત છે ત્યારે કચ્છથી મુંબઈ જતી ટ્રેનો વાયા મોરબી ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ સાંસદ મોહનભાઈ કુંડારિયાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીથી મુંબઈ તરફ પ્રવાસ કરતા મુસાફરોની સુવિધા માટે કચ્છ તરફથી આવતી મુંબઈ જતી ટ્રેનને વાયા મોરબી ચલાવવામાં આવે તો મોરબીના મુસાફરોને મુંબઈ જવા માટેની સુવિધા મળી રહેશે મોરબીથી મુંબઈને વેપારના સંબંધો જોડાયેલા હોય જેથી ઉદ્યોગપતિઓ, વેપારીઓને અવારનવાર જવાનું થતું હોય છે
તેમજ સામાજિક અને વ્યવહારિક કામકાજ માટે મોરબીના લોકો મુંબઈ મુસાફરી કરતા હોય છે જેથી કચ્છથી મુંબઈ જતી ટ્રેન વાયા મોરબી ચલાવવામાં આવે તો રેલવેને પણ ટ્રાફિક મળી રહેશે અને મુસાફરોની સુવિધામાં વધારો થશે જેથી મોરબીના મુસાફરોના હિતમાં આ સુવિધા મળી રહે તેવી માંગ કરી છે.



