Billboard ad 1150*250

મોરબીમાં સ્ટેટની બનાવેલી હકુહરિની પાજનું રીપેરીંગ કરવાની માંગ

0 122
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત

        મોરબીની સ્ટેટની બનાવેલી હકુકરી પાજનું રીપેરીંગ કરાવવામાં આવે તો પાણી પાડાપુલ સુધી ભરેલ રહે અને પાજ રીપેર થાય તો નગરપાલિકાની રીવર ફ્રન્ટની યોજના સફળ થાય જેથી પાજ રીપેરીંગ માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે

        મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી ૨ વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આગળ જતા મોરબી સ્ટેટે બનાવેલી મજબુત હકુહરિની પાજ વચ્ચેથી તૂટી ગઈ છે જેને કારણે પાણી સંગ્રહ થતો નથી જો તે પાજને રીપેર કરી બે ફૂટ ઉંચી કરવામાં આવે તો પાણીનો સંગ્રહ પાડાપુલ સુધી થઇ સકે અને જમીનના પાણીના તળ ઊંચા થઇ સકે તે ઉપરાંત મચ્છુ નદીની પાજ જે તોડી નાખેલ છે તેને ચોમાસા પહેલા પાંચ ફૂટ ઉંચી કરી આપે તો પાણીનો સંગ્રહ ઘણો બધો થાય તેમજ પાલિકાની રીવર ફ્રન્ટની યોજના સફળ થાય તેમ છે જેથી નગરપાલિકા અને સરકાર આ બાબતમાં રસ લઈને ચોમાસા પૂર્વે પાજ રીપેર કરવામાં આવે તેવી માંગ કરવમાં આવી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat