મોરબીમાં નાના ધંધાર્થીને સ્ટેન્ડ પાસ આપવાની માંગ

ઓદ્યોગિક નગરી મોરબીમાં વિકાસની સાથે સાંકડા રોડને કારણે ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે જેથી નાના ધંધાથીઓને ટ્રાફિકના પગલે ધંધો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આવા ધંધાર્થીઓને સ્ટેન્ડ પાસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચકક્ષાએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં ટ્રાફિકનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. ટ્રાફિકના પગલે રેકડી, લારી ગલ્લાવાળા મહિનામાં વીસ દિવસ માંડ વેપાર કરી સકે છે. રીક્ષાવાળાને કોઈ નક્કર સ્ટેન્ડ નથી જેના લીધે યોગ્ય રીતે વેપાર કરી સકતા નથી. જેથી આવા નાના ધંધાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી આ મામલે નગરપાલિકા અને એસપી અંગત રસ લઈને સ્ટેન્ડ પાસ આપવામાં આવે અને દરેક ધંધા માટે જગ્યા નક્કી કરવામાં આવે તો મજુર વર્ગ એવા નાના ધંધાર્થીઓને રાહત મળી સકે તેમ હોવાનું જણાવીને આ અંગે યોગ્ય પગલા ભરવાની માંગ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat