મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં પોસ્ટ ઓફીસ શરુ કરવા પૂર્વ ધારાસભ્યની માંગ

પૂર્વ ધારાસભ્ય અમૃતિયાએ કરી પોસ્ટ વિભાગને રજૂઆત

મોરબીમાં મેઈન પોસ્ટ ઑફિસથી શનાળા ગામ સુધીનાં વિસ્તારમાં ક્યાંય પોસ્ટ ઑફિસની સુવિધા ના હોય જેથી મોરબીના પૂર્વ ધારાસભ્યએ નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ જીઆઈડીસી વિસ્તારમાં પોસ્ટઓફિસની સુવિધા આપવાની માંગ કરી છે

મોરબી શહેરના ઝડપથી વિકસી રહેલા રવાપર રોડ, શનાળા રોડ, પંચાસર રોડ તથા વાવડી રોડ પર વસવાટ કરતા નાગરિકોને પોસ્ટની સુવિધાઓ મળી રહે તે માટે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ પોસ્ટ વિભાગમાં રજૂઆત કરી છે પોસ્ટ ઑફિસના સુપ્રિન્ટેનડેન્ટ એલ. સી. જોગીની મોરબી મુલાકાત સમયે નગરજનોને પોસ્ટ ઓફીસની વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર સ્થાને આવતી જી.આઈ.ડી.સી.માં સત્વરે પોસ્ટ ઑફિસ શરૂ કરવા રજુઆત કરેલ છે. સાથે સાથે આ મામલે ઝડપી અમલ લાવવા વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ વિનંતી કરી છે.

મોરબી મેઈન પોસ્ટ ઑફિસમાં આધારકાર્ડની કામગીરી માટે જરૂરી કીટ આવી ગયેલ છે પરંતુ કોઈ કારણોસર પૂરી ક્ષમતાથી કામગીરી શરૂ થયેલ નથી. તમામ પ્રજાજનો પાસે આધારકાર્ડ હોવું ફરજીયાત છે એટલે આધાર કાર્ડ એ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત પણ છે જેથી સુપ્રિન્ટેનડેન્ટ દ્વારા તમામ અંતરાયો દૂર કરવા ખાત્રી આપી છે અને કામગીરી તુર્તજ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat