

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની હોય જેથી દરરોજ વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે જેથી મોરબીના ધારાસભ્ય દ્વારા શહેરની નટરાજ ફાટકે અને ઉમિયા સર્કલે ઓવરબ્રિજ બનાવવા માંગ કરી છે.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ભારત સરકારના ૧૫ માં નાણાપંચ અધ્યક્ષ એન.કે. સિંઘને રજૂઆત કરી છે કે મોરબીના દિન પ્રતિદિન ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટકે તેમજ શનાળા રોડ પરના ઉમિયા સર્કલ પર ઓવરબ્રિજ તાત્કાલિક બાંધવો જરૂરી છે મોરબી પાલિકા સૌરાષ્ટ્રની મોટી પાલિકા છે પરંતુ આર્થિક સ્થિતિ પ્રમાણે આવા ખર્ચાળ ફ્લાય ઓવર બ્રીજ માટે આર્થિક ભારણ વહન કરી સકે તેમ ના હોય જેથી નાણાપંચે ખાસ કિસ્સામાં ફ્લાય ઓવર માટે મોરબીને નાણા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે ભારતનું નાણાપંચના અધ્યક્ષ અને સભ્યો હાલ ગુજરાત મુલાકાતે છે ત્યારે મોરબીના પ્રાણ પ્રશ્નો માટે ખાસ કિસ્સામાં નાણાકીય ફાળવણી કરવાની માંગણી કરી છે
ધોડાધ્રોઈ ડેમમાં પાણી ઠાલવવા કરી રજૂઆત
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી તાલુકાના ગામોમાં સિંચાઈ માટે ઝીકીયારી ગામે આવેલ ધોડાધ્રોઈ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોના હિતમાં ડેમ ભરવા માંગણી કરી છે નર્મદામાં પાણીનો જથ્થો વધશે કે તુરંત આ ડેમ ભરવામાં આવશે તેવો હકારાત્મક પ્રતિભાવ નાયબ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો આ ડેમ ભરાઈ જાવાથી ખેડૂતો ખરીફ પાક લઇ શકશે અને માલધારીઓને પણ લીલો ઘાસચારો ઉપલબ્ધ થશે