


રાજકોટના શાપરમાં આવેલા કારખાનામાં દલિત યુવાનને ઢોર માર મારી હત્યા નિપજાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ અનુ.જાતિ વિભાગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું
જેમાં જણાવ્યું હતું કે લીંબડી તાલુકાનો દલિત યુવક પરિવારના ગુજરાન અર્થે રાજકોટના શાપર વેરાવળમાં આવ્યો હતો. તે ત્યાં કચરો વિણવાનું કામ કરતો હતો. ત્યારે તેના પર ચોરીનો ખોટો આરોપ મૂકી કેટલાક શખ્સોએ તેને કારખાનામાં બાંધીને ઢોર માર મારી તેની હત્યા નિપજાવી હતી.આ ઘટનાને વખોડીએ છીએ. દલિત યુવકના હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

