

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે મોરબી નજીક હાઈવે પર આવેલા પવિત્ર રફાળેશ્વર મહાદેવ મંદિરે જવા માટે સીટી બસો દોડાવવાની માંગ અંગે સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે કે દશામાના પવિત્ર વ્રત શરુ થતા હોય જેથી વાવડી રોડ પર આવેલા દશામાંના મંદિરે બહેનો દર્શન માટે જતી હોય છે જેથી મંદિર સુધી મોરબી પાલિકાની સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવે તો ભક્તોને સુવિધા મળી રહે તે ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ શરુ થયો છે જેથી રફાળેશ્વર, જડેશ્વર, શોભેશ્વર મંદિરે દર્શનાર્થીઓ જતા હોય છે જેથી મોરબી નગરપાલિકાની સીટી બસની વ્યવસ્થા કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે જઈ સકે છે અને પાલિકાની આવકમાં પણ વધારો થાય તેમ છે જેથી આ અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરવામાં આવી છે.