મોરબીમાં રાજાશાહી વખતના એલ.ઈ કોલેજ બિલ્ડીંગને મરમ્મતની માંગ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સંસ્થાના અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત

        મોરબીમાં આવેલી રાજાશાહી વખતની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજનું બિલ્ડીંગ ઘણું જુનું હોય અને જર્જરિત હાલતમાં હોય જેથી બિલ્ડીંગની મરમ્મત કરાવવાની માંગ કરવામાં આવી છે

        સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગુજરાતમાં સૌથી જૂની સરકારી એન્જીનીયરીંગ કોલેજ છે. જે કોલેજ બનાવવા માટે મોરબી સ્ટેટ દ્વારા પોતાનો જુનો મહેલ હતો તે દાનમાં આપવામાં આવ્યો હતો અને આ એન્જીનીયરીંગ કોલેજને ચાલુ કરવામાં યોગદાન આપેલ હતું. હાલમાં આ એન્જીનીયરીંગ કોલેજમાં સરકાર દ્વારા અન્ય નવા બિલ્ડીંગ બનાવવામાં આવેલ હોવાથી, તેમજ જુના બિલ્ડીંગ ને ભુકંપમાં નુકસાન થયેલ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.સરકાર દ્વારા આ બિલ્ડીંગને પાડી દેવામાં આવનાર છે. આ બિલ્ડીંગ જુનું અને એક ઐતિહાસિક  બિલ્ડીંગ છે. તેનું બાંધકામ ખુબજ સુંદર છે. હવે આવું બાંધકામ થવું શક્ય નથી. આ બિલ્ડીંગમાં ભૂતપૂર્વ એન્જીનીયરો એ અભ્યાસ કરેલ છે. તેમજ સ્ટેટ દ્વારા આપેલ સહયોગનો આ એક જીવતો જાગતો પુરાવો પણ છે. આ એક ફરવા લાયક તેમજ જોવા લાયક બિલ્ડીંગ પણ છે. આ બિલ્ડીંગને ૧૦૦ વર્ષ કરતા પણ વધારે સમય થયેલ છે.

જેથી આ બિલ્ડીંગને પાડવાનો નિર્ણય બદલીને એની મરામત કરાવીને જાળવણી કરવામાં આવે. જો ઉપયોગ ના કરવો હોય તો એક ઐતીહાસિક ધરોહર ગણીને જોવા લાયક મ્યુઝિયમ બનાવાય તેવી માંગ કરી છે 

Comments
Loading...
WhatsApp chat