મોરબી શહેરમાં આવેલ પંચાસર રોડ રીપેર કરવાની માગ

મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવા જીલ્લા કલેકટર ને રજૂઆત કરી છે કે મોરબીમાં તાજેતરમાં વરસાદના કારણે ઘણા રસ્તાઓ તૂટી ગયેલ છે. આવા બિસ્માર રસ્તાઓ પરથી વાહન ચલાવવું એ મોતના કુવામાં વાહન ચલાવવા બરાબર થઇ ગયું છે. એમાં પણ મોરબીના પંચાસર રોડની હાલત તો એટલી બદતર છે કે રોડ પરથી પસાર થવું એટલે અમરનાથની દુર્ગમ યાત્રા કરવા જેવું લોકોને લાગી રહ્યું છે. રોડ પર પડેલા ખાડાઓ એટલા ઊંડા છે કે દ્વિચક્રી વાહન ચાલકો પર એકસીડન્ટનો ભય રહે છે અને આવામાં જો કોઈ જાનહાની થાય તો એનું જવાબદાર કોણ? આ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થયેલ છે જેના કારણે ગંદકી ફેલાય છે તેમજ રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે. તો આ બાબતે આપશ્રી લગત તંત્રને યોગ્ય આદેશો આપી આ બાબતે યોગ્ય કરો એવી અમારી માગ છે

Comments
Loading...
WhatsApp chat