માણાબા-સુલતાનપુર અને ચીખલી ડામર રોડ રીપેરીંગ કરવાની માંગ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સુલ્તાનપુર ગ્રામ પંચાયતે કરી રજૂઆત

        માળિયા તાલુકાના માણાબા, સુલ્તાનપુર અને ચીખલીનો ડામર રોડ ચોમાસામાં તૂટી ગયેલ હોય જેથી ગ્રામજનોની હાલાકીને ધ્યાને લઈને ગ્રામ પંચાયતે આ મામલે જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી છે

        શ્રી સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચે જીલ્લા પંચાયત મોરબીના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવી જણાવ્યું છે કે માણાબા, સુલ્તાનપુર અને ચીખલી ડામર રોડ અતિ વરસાદને કારણે તૂટી ગયેલ છે અને રોડ પર અતિ બાવળ પણ હોય

જેથી ડામર રોડ તાકીદે રીપેર કરાવવો જરૂરી છે તૂટેલા રોડને પગલે અકસ્માતોનો ભય સતાવે છે તે ઉપરાંત સુલ્તનાપુર ગામથી જુદા પડેલા વિશાલનગર ગામમાં આજદિન સુધી ડામર રોડ બનેલ નથી જેથી આ મામલે યોગ્ય કરવા માંગ કરી છે   

Comments
Loading...
WhatsApp chat