ટંકારામાં અતિવૃષ્ટિમાં તૂટી ગયેલા ચેકડેમ અને તળાવો રીપેર કરવાની માંગ

ટંકારામાં ગત વર્ષે ભારે વરસાદને પગલે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી અને અતિવૃષ્ટિના કારણે જે ચેકડેમ અને તળાવ તૂટી ગયા છે તેને તત્કાલિક રીપેર કરાવવાની માંગ ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કરી છે.

ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું છે કે ગત વર્ષે ટંકારામાં અતિવૃષ્ટિને કારણે ઘણી નુકશાની થઈ હતી. જેમાં જમીનનું ધોવાણ, માલ-ઢોરના મૃત્યુ થવા, પાક બળી જવા આવા અનેક નુક્શાનો થયા હતા.

ઉપરાંત ચેકડેમો અને તળાવો પણ જર્જરીત થયા હતા. હવે ચોમાસું શરુ થવાને ઝાઝો સમય રહ્યો નથી ત્યારે જો આ ચેકડેમો અને તળાવો રીપેર કરાવવામાં નહીં આવે તો વરસાદનું પાણી વહી જશે જેથી ખેડૂતોને નુકશાન થશે. આમ ખેડૂતોના હિતને ધ્યાને લઈને વહેલી તકે ચેકડેમ અને તળાવોનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat