Billboard ad 1150*250

ગુજરાત-સૌરાષ્ટ્રના માલધારીઓને ૭/૧૨ ઉતારામાંથી બોજાની વિગત દુર કરવા માંગ

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

માલધારી આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત

Post ad 3

        ગુજરાત-સૌરાષ્ટ્રના માલધારી પરિવારોના ૭/૧૨ ના ઉતારામાંથી બોજાની વિગત દુર કરવામાં આવે તેવી માંગ સાથે માલધારી અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે

        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખાતેદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે જરૂરતમંદ ખાતેદારોના ખાતામાં ૭/૧૨ માં તેઓએ લીધેલ બોજાની વિગતના કારણે લાભ મેળવી સકતા નથી જેથી યોજનાના સરળ અમલીકરણ માટે બોજાઓની વિગત રદ કરી લોકોને સુયોગ્ય લાભ મળે તેવો પ્રબંધ કરવાની માંગ કરી છે માલધારી પરિવાર ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાંથી લોન મેળવે છે તેઓના ખાતામાં તથા તેના જામીનના ખાતામાં તેઓએ લીધેલ બોજાની વિગત દર્શાવેલ હોય જેના કારણે માલધારીઓને આવા હિતકારી લાભ મળતા નથી જેથી યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે

પશુપાલકોને લોનની યોજનામાં બેંક દાખલા ના આપતી હોવાની રાવ

        માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી જણાવ્યું છે કે રાજ્યમાં પશુપાલકો માટે ઉપયોગી પશુલોન યોજના આવકાર્ય છે પરંતુ આ લોન માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારાય છે જેમાં સ્થાનિક બેન્કોએ જે તે અરજદારને લોન આપશે તેવો દાખલો ઓનલાઈન જોડવો પડે છે પરંતુ બેન્કવાળાઓ અરજદારને દાખલો આપતા નથી પરિણામે જરૂરિયાતમંદ પશુપાલકો ફોર્મ ભરી સકતા નથી જેથી ava દાખલા કાઢવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat