Billboard ad 1150*250

મોરબી-માળિયા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલ નુકશાની માટે રાહત પેકેજની માંગ

0 99
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ કરી માંગ

        મોરબી અને માળિયા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન થયું હોય જેથી ખેડૂતોને જમીન અને પાકની નુકશાની માટે રાહત પેકેજ આપવા ધારાસભ્યે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે મોરબી અને માળિયા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે આ વિસ્તાર જળ હોનારત, ભૂકંપ, વાવાઝોડું અને દુષ્કાળ જેવી આપદાઓનો ભોગ બનતું આવ્યું છે જે ટક્કર ઝીલવામાં ખેડૂતો ઉતરોતર બેહાલીમાં ધકેલાઈ રહ્યો છે ગત વર્ષે મોરબી-માળિયામાં સંપૂર્ણ અછત હતી ચાલુ વર્ષે શરૂઆતમાં થોડો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી દીધેલી પરંતુ ત્યારબાદ દોઢ માસ સુધી વરસાદ ખેંચતા બિયારણ, ખાતર, જંતુનાશક દવા અને મજુરીના ખર્ચની નુકશાની ભોગવવાનો વારો આવ્યો અને બાદમાં વરસાદ થયો પરંતુ છેલ્લે અતિવૃષ્ટિને લીધે ખેત ઉત્પાદનોના પાકો જેવા કે કપાસ, મગફળી, જુવાર, બાજરી અને શાકભાજીને મોટું નુકશાન થયું છે જે નુકશાનની ભરપાઈ કરવા તાકીદે આર્થિક સહાય આપવામાં આવે અને ચાલુ વર્ષે મચ્છુ ૨ ડેમ ઓવરફલો થતા મચ્છુ નદીમાં પાણી છોડતા મોરબી-માળિયા કાંઠા વિસ્તારના ગામોમાં ખેડૂતોની જમીન પણ ધોવાઈ ગઈ છે જેથી સર્વેક્ષણ કરાવીને સમયસર રાહત મળે તેવી માંગ બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને કરી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat