Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ગાંધીચોકથી રવાપર ગામ સુધીનો રોડ નવેસરથી બનાવવાની માંગ

સામાજિક કાર્યકરે કરી રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના ગાંધીચોકથી રવાપર રોડ થઈને રવાપર ગામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોય જેથી રોડને ડેવલપ કરી નવેસરથી પેવર મશીનથી રોડ બનાવવાની માંગ કરી છે

મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી નગરમાં ટ્રાફિક સમસ્યા વધી છે અને અકસ્માતોની સંખ્યા પણ સતત વધી રહી છે જે નિવારવા માટે ગાંધી ચોકથી રવાપર ગામ સુધીના રોડને ડેવલપ નવેસરથી પેવર મશીનથી રોડ બનાવાય તેવી માંગ કરી છે એવન્યુ પાર્ક પાસે નાલાનું રીપેરીંગ વહેલી તકે પૂર્ણ કરાવવું જરૂરી બન્યું છે આ સ્થળે વાહનો રોકાઈ જતા ટ્રાફિક સર્જાય છે તેમજ ઉબડખાબડ રોડને પગલે બીમાર, સીનીયર સીટીઝનને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી શહેરના પોશ વિસ્તારમાં ગણના પામતા આ એરિયાનો રોડ ઝડપથી બનાવાય તેવી માંગ કરી છે

ભક્તિનગર સર્કલ ડેવલપ કરવાની જરૂરિયાત

વધુમાં જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પાસે દરરોજ ટ્રકોની હરોળ જોવા મળે છે અને દિવસ દરમિયાન નો એન્ટ્રીના કારણે વાહનો શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે રોકાય છે જે પ્રશ્ન હળવો કરવા ફ્લાય ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે અને શનાળા બાયપાસ રોડ સૌરાષ્ટ્રથી કચ્છ જતા ભારે વાહનોનો દિવસભર ઘસારો રહે છે જેથી આ રોડ ડેવલપ થાય અને ફ્લાય ઓવર બ્રીજ બને તે જરૂરી હોવાનું જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat