Billboard ad 1150*250

નર્મદા કેનાલની બ્રાંચ કેનાલમાંથી માળિયાના છેવાડાના ગામોને પાણી આપવા માંગ

સંસ્થા અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

0 154

મોરબી જીલ્લામાંથી નર્મદાની મોરબી બ્રાંચ કેનાલ, માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલો પસાર થાય છે જે કેનાલ મારફત માળિયા તાલુકાના છેવાડાના ગામોને પાણી મળતું ના હોય જેથી આ અંગે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના ખેડૂતો જે નર્મદા કેનાલના કમાંડ વિસ્તારમાં આવે છે તેઓએ આગોતરું ચોમાસું વાવેતર નર્મદા કેનાલના પાણી દ્વારા સિંચાઈ કરીને કરેલ છે ઘણા ખેડૂતોને પહેલું પાણ તો કેટલાક ખેડૂતોને બીજું પાણ પાવાનું ચાલુ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો તેમજ ખાતર નાખીને વાવેતર કરેલ છે.

પરંતુ હાલમાં ઉપરોક્ત ત્રણે બ્રાંચના છેવાડાના ૧૦-૧૦ ગામોને પાણી મળતું નથી જેના કારણે આ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો તેઓને પાણી નહી મળે તો બીજા પાણ વાળાનો મોલ નાશ પામશે અને પહેલા પાણ જેને બાકી છે તેના મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાશ પામશે. જેથી ખેડૂતોને તાત્કાલિક પાણી મળે તેવા આદેશો કરવા માંગ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat