મોરબી જીલ્લાના પાક વીમાથી વંચિત ગામોને પાક વીમો આપવા માંગ

મોરબી જીલ્લા કોંગ્રસના કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને રજૂઆત કરી છે કે હાલમાં મોરબી જીલ્લાના અમુક તાલુકાના અમુક ગામોને પાક વીમો મળેલ છે તેવા રીપોર્ટ જાહેર થયેલ છે. તો બાકી રહેલા ગામો માટે શું? તેઓને પાક વીમો શા માટે નહિ મળે? અમારી માંગણી છે કે જો તાલુકાના અમુક ગામોને પાક વીમો મળતો હોય તો બાકી રહેતા ગામોને કેમ નહિ? ઉદાહરણ તરીકે જો મોટા દહીંસરાને પાક વીમો મળે તેવી રીતે ભાવપરને પાક વીમો મળતો હોય તો તેની બાજુના બીજા ગામો તરઘરી, નાનાભેલા, ચમનપર, લક્ષ્મીવાસ, મોટાભેલા વગેરે ગામોને કેમ નહિ?? શું વરસાદ દરેક ગામમાં ગામના નામ જોઈ ને વરસે છે?? શું પાક ગામ મુજબ પાકે છે?? તો પછી બીજા ગામો સાથે આવો અન્યાય શા માટે??
પાક વીમો ચુકવનાર પ્રાઇવેટ કંપનીઓને પોતાનો બીઝનેસ ચલાવવો હોય છે. તેઓ વ્યવસાયિક હોય છે માટે તેઓ પોતાનો નફો હંમેશા જોશે. તેઓ ખેડૂતોનું હિત જોવાની નથી. તેઓને તો પોતાની કંપનીને ખોટ ના થાય તે જ જોવાનું હોય છે. બાકી ખેડૂતોનું જે થવું હોય તે થાય એનાથી તેમને કોઈ મતલબ હોતો નથી. તો અમારી માંગણી છે કે બાકી રહેતા ગામોને પણ તાત્કાલિક પાક વીમો ચુકવવામાં આવે.
જો અમારી માંગણી પરત્વે તાત્કાલિક યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો ના છૂટકે અમારે મોરબી જીલ્લાના પાક વીમા અંતર્ગત બાકી રહેતા ગામોના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર રજુઆતો કરવાની ફરજ પડશે.

Comments
Loading...
WhatsApp chat