



મોરબીના અયોધ્યાપુરી રોડ પર નવો રોડ બનાવવામાં આવ્યો હોય જેમાં રોડની બંને બાજુએ વૃક્ષોના ઉછેર માટે યોગ્ય અંતર રાખવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા કરવામાં આવી છે
મયુર નેચર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના જીતેન્દ્રભાઈ ઠક્કરે ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે હાલ અયોધ્યાપુરી રોડ પાર સિમેન્ટ રોડ બની રહયો છે તો રોડ બન્યા પછી ભવિષ્યમાં વૃક્ષો વાવવા માટે રોડ તોડવો પડે તે પરિસ્થિતિથી બચવા માટે અત્યારે જ જો રોડની બંને બાજુ મોટા પ્રમાણમાં જેટલા ખાડા છોડી દેવામાં આવે તો આવતા ચોમાસામાં સંસ્થા અથવા નગરપાલિકા ખુદ વૃક્ષનું વાવેતર અને ઉછેર કરી શકે પર્યાવરણની મહતા અને જાળવણીની જરૂરિયાત સૌ કોઈ જાણે છે અને વેપારીઓને ગરમીથી બચવા કોઈ જ વિકલ્પ નહિ હોય જેથી દરેક રોડ રસ્તામાં વૃક્ષારોપણ માટેની વ્યવસ્થા કરવાની જરૂરિયાત હોય જેથી આ અંગે યોગ્ય વિચારણા કરીને પગલાં ભરવાની માંગ કરી છે



