Billboard ad 1150*250

હળવદના અનેક કાર્યોમાં ભ્રષ્ટાચારની ફરિયાદની યોગ્ય તપાસની માંગ

0 109
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નગરપાલિકા ઉપપ્રમુખે ધારાસભ્યને કરી રજૂઆત 

Post ad 2
Post ad 3

        હળવદ શહેર અને ગ્રામ્યના હિતમાં છેલ્લા દોઢ બે વર્ષથી અનેક કાર્યોની ભ્રષ્ટાચારની ફરિયાદો હોય જેની યોગ્ય તપાસ કરાવવામાં આવે તેવી માંગ નગરપાલિકાના ઉપપ્રમુખે ધારાસભ્યને કરી છે

        હળવદ નગરપાલિકાના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે તાજેતમાં રીવરફ્રન્ટના કામની અનેક વખત નબળું હોવાની અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે ત્યારે હળવદ નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે સ્પષ્ટ તપાસની માંગ કરી છે અને ધારાસભ્યને સરકારમાં ઉગ્ર રજૂઆત કરી તટસ્થ તપાસ કરાવી જવાબદાર લોકો સામે પગલાની માંગ કરી છે

હળવદ નગરપાલિકામાં લાઈટ શાખા દ્વારા એલઇડી તેમજ માલસામાન ખરીદીના ટેન્ડર બહાર પાડેલ જે ટેન્ડર પ્રક્રિયાની રાજ્ય સરકારમાં રજૂઆત કરી તપાસ કરાવવી જોઈએ. હળવદ માર્કેટિંગ યાર્ડમાં કરોડો રૂપિયાનું શેષ કોભાંડ થયેલ છે જેમાં રાજ્ય સરકારનું એસીબી ગૃહ વિભાગ તપાસ કરી રહ્યું છે અને તપાસને અમુક લોકોના કહેવાથી દબાવી દેવામાં આવી છે જેથી ધારાસભ્યને વિનંતી કરી છે કે આ કોભાંડ બહાર લાવશો અને જવાબદાર સામે કાર્યવાહી કરાય.

વર્ષો થયા ખેડૂતોના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે ભારત સરકાર સીસીઆઈ મારફત ટેકાના ભાવે કપાસની ખરીદી કરાવે છે પણ હળવદ તાલુકાની ખરીદી ચાલુ હતી ત્યારે 3 વર્ષ પહેલા કરોડો રૂપિયાનું કોભાંડ થયેલ તે દરમિયાન સીસીઆઈના અધિકારીનું મૃત્યુ થયેલ છે તે પણ તપાસનો વિષય છે કોભાંડના હિસાબે હળવદ માર્કેટિંગ યાર્ડ સીસીઆઈના રેકોર્ડમાં હળવદ સેન્ટર બ્લેક લીસ્ટમાં પણ મુકાયું હતું તો આ મુદો પણ ઉજગર કરી યોગ્ય તપાસની માંગ કરી છે આ ચાર મુદાની તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat