મોરબી જીલ્લામાં સિંચાઈ માટેનું આગોતરું આયોજન કરવાની માંગ

મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રીએ રાજ્યના નર્મદા જળ સંપતિ સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રમાં છે. ખેડૂતોએ વાવેતર કરેલ છે. ભગવાનની કૃપાથી મોલાત પણ સારી છે. આવા સાનુકુળ સંજોગો હોવાથી ખેડૂતોમાં સારું વરસ પાકવાની આશા બંધાણી છે. ત્યારે હવે એક છેલ્લું પાણ જો મળે તો ખેડૂતોનું વરસ ૧૬ આની પાકે તેવા સંજોગો છે. તો આ તકે અમારી માંગણી છે કે, તાત્કાલિકના ધોરણે ખરીફ પાકના ઈરીગેશન માટેનું આયોજન કરવામાં આવે. કેનાલો રીપેર કરવામાં આવે અને ખેડૂતો પાસેથી સિંચાઈ માટેની માંગણીના ફોર્મ મંગાવવામાં આવે અને આવું આયોજન કરી સમયસર સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સારો એવો લાભ થાય તેમ છે. આ ઉપરાંત આગામી રવિ સીઝન માટેનું આયોજન પણ કરવા તેમજ જે ડેમોને સૌની યોજના થકી જોડવાનું કામ પૂર્ણ થયેલ છે. તે ડેમોમાં જેમ જેમ પાણી ઓછું થાય તેમ તેમ પાણીથી ભરીને ડેમોને ફૂલ રાખવામાં આવે અને રવિ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન વહેલાસર કરવામાં આવે તેવી અમારી માંગણી છે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પણ ખરીફ તેમજ રવિ સીઝન માટે સિંચાઈનું આયોજન કરી સિંચાઈની સુવિધા પૂરી પાડવા અમારી માંગણી છે. તો આ બાબતે અગાઉથી આયોજન કરીને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat