

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડને કરી રજૂઆત
મોરબી જીલ્લામાં આપ બળે અનેક ઉદ્યોગો વિકસ્યા છે જેને સરકાર તરફથી પાણી કે રોડ રસ્તા જેવી સુવિધાઓ આપવામાં આવી નથી ત્યારે મોરબીની સંસ્થાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને મોરબીના ઉદ્યોગોને પાઈપ લાઈન દ્વારા પાણી આપવાની માંગ કરી છે
સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ ગાંધીનગર વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડના ચેરમેનને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબીમાં દુનિયાનું બીજા નંબરનું સિરામિક ક્લસ્ટર વિકસ્યું છે જે ચાઈના સાથે સીધી હરીફાઈ કરે છે ચીન સરકારે ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનો તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર આપેલ છે જયારે મોરબીમાં સિરામિક ઉદ્યોગ સ્વબળે વિક્લ્યો છે આમ છતાં ઉદ્યોગ દેશને વિદેશી હુંડીયામણ રળી આપે છે સરકારને મોટી ટેક્ષની આવક થાય અચે પરંતુ સરકારે ઉદ્યોગો પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નથી નેચરલ ગેસના ભાવો, ઇલેક્ટ્રિકસીટી યુનિટના નીચા ભાવો જેવી સુવિધા મળી નથી તો રોડ રસ્તા કે પાણીની પણ સુવિધા આપવામાં આવતી નથી ત્યારે ઉદ્યોગોને નર્મદાનું પાણી આપવામાં આવે તો એકમના માલિકોને ખુબ સગવડતા મળશે અને ઉત્પાદનની ગુણવત્તા સુધરશે હાલ એકમોમાં પાણી સપ્લાય થાય છે પરંતુ તે ગેરકાયદેસર રીતે થાય છે ત્યારે સરકાર જો પાણી આપે તો પાણીની ચોરી બંધ થશે અને ઉદ્યોગોને મોટી રાહત મળશે જેથી આ અંગે યોગ્ય નિર્ણય કરવાની માંગ કરી છે



