વાંકાનેરના મચ્છુ ૧ ડેમને નર્મદા નીરથી ભરવા ધારાસભ્ય પીરજાદાની માંગ

ધારાસભ્યએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી

વાંકાનેરના નાગરિકોની જીવાદોરી સમાન મચ્છુ-૦૧ ડેમ ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે આ ડેમમાં નવુ પાણી આવેલ નથી ,જેથી આ વિસ્તારમાં પીવાના પાણી તેમજ ખેતીમાં સિંચાઈ માટે આ ડેમ ભરવાની ધારાસભ્યએ માંગ કરી છે

વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદાએ મોરબી જીલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે આ વિસ્તારના ખેડૂતોના પાકને બચાવવા મચ્છુ-૧ માંથી પાણી આપવું જરૂરી છે તેમજ આ ડેમમાંથી વાંકાનેર શહેર ઉપરાંત ગામડાઓમાં પણ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે ઓછા વરસાદના કારણે આ ડેમમાં નવું પાણી આવેલ નથી. જેથી આ ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ કરી છે

તે ઉપરાંત સૌની યોજનાની લીંક ૪ ની પાઈપ લાઈન વાંકાનેરના આણંદપર ગામ પાસેથી પસાર થાય છે અહીં આવેલ મહા નદી પાસે આ લીંકનો વાલ્વ છે જે ખોલીને આ નદી ઉપર આવેલા તમામ ચેકડેમો ભરીને આ વિસ્તારના ખેડૂતોના ખેતીના પાકને સિંચાઈનું પાણી આપી બચાવી શકાય તેમ હોવાનું જણાવીને ખેડૂતોના હિતમાં તાકીદે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat