

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી, વાંકાનેર માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન અને જીલ્લા પંચાયતના સદસ્ય હરદેવસિંહ જાડેજાએ તાજેતરમાં રાજ્ય સરકારને મગફળીના ટેકાના ભાવ તેમજ કપાસના ટેકાના ભાવે ખરીદીની વાત કરી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પાકનું નુકશાન થયું છે. તે ઉપરાંત જમીન ધોવાણ અને પાકવીમામાં લોલીપોલ આપીને ગુજરાતના ખેડૂતો સાથે ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતના ખેડૂતોને દર વર્ષે ખોટી જાહેરાત કરી, ખેડૂતોની સરકાર હોવાનો દાવો કરે છે ત્યારે ભાજપ સરકારે આ વર્ષે ૨૦૧૭ વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતની રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા જેમાં કપાસના ચોક્કસ ભાવ જાહેર નથી ત્યારે કોંગ્રેસ અગ્રણીએ મગફળીના ટેકાના ભાવ ૧૦૦૦ અને કપાસના ટેકાના ભાવ ૧૩૦૦ રૂપિયા હોવા જોઈએ તેવી માંગ કરી છે.