Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી-માળિયાના ખેડૂતોને શિયાળુ પાક માટે નર્મદાનું પાણી આપવા માંગ

ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને કરી રજૂઆત

મોરબી-માળિયા વિસ્તારમાંથી નર્મદાની જે ત્રણ બ્રાંચ કેનાલો નીકળે છે તેમથી મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી માંગ ધારાસભ્યએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરી છે

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ નાયબ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી અને માળિયા તાલુકામાંથી નર્મદાની ત્રણ કેનાલો પસાર થાય છે ત્યારે નર્મદાના કમાંડ વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી મળે તેવી માંગ કરી છે ખેડૂતોએ પાણી માટે ફોર્મ સમયસર ભરી દીધા છે અને શિયાળુ પાક વાવેતરનો સમય પણ પાકી ગયો છે તે જોતા નર્મદાની માળિયા બ્રાંચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ અને મોરબી બ્રાંચ કેનાલમાંથી તાત્કાલિક પાણી છોડી સમગ્ર સીઝન દરમિયાન પુરતું પાણી નિયમિત રીતે ખેડૂતોને મળી રહે તેવી નર્મદા નિગમ તકેદારી સેવે તેવી માંગ કરી છે

ગત વર્ષે મોરબી અને માળિયા પંથકમાં વરસાદ ઓછો પડ્યો છે જેથી ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો છે અને ચોમાસું નિષ્ફળ ગયું છે જેથી હવે રવિપાક માટે ખેડૂતોની એકમાત્ર આશા બચી છે જેથી ખેડૂતોને વધુ રાહ જોવડાવ્યા વિના તાત્કાલિક શિયાળુ પાક માટે પાણી મળે તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat