

મોરબી જીલ્લાના પાંચ પૈકીના માળિયા, હળવદ અને વાંકાનેર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે પરંતુ મોરબી અને ટંકારાને બાકાત રાખવામાં આવ્યા છે ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ પાકવીમો તાકીદે ચુકવવાની માંગ કરી છે
ધારાસભ્ય મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને બાકાત રહી ગયેલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા જણાવ્યું છે મોરબી માળિયાના ખેડૂતોને ગત વર્ષનો પાકવીમો મળવામાં જે વિલંબ થયો છે અને અમુક જ ગામોમાં નહીવત પાકવીમો મળ્યો છે જેથી ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવી પડી છે હવે જયારે ચાલુ વર્ષે તાલુકાઓમાં અછતની તીવ્ર પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે ખેડૂતોને સમયસર અને ૧૦૦ ટકા પાકવીમો મળી જાય તે માટે કૃષિ મંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે
અને જે તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે તે તાલુકામાં જરૂરી સહાય, માલધારીઓને પશુઓ માટે ઘાસચારો અને પીવાનું પાણી તાકીદે ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે કેનાલ વિસ્તારના ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં અઆપવા જણાવ્યું છે